Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પડતર પ્રશ્નોની માંગ સાથે 1 સપ્ટેમ્બરથી વિજ કંપનીના કર્મચારીઓ આંદોલનના માર્ગે

ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ જીઇબી એન્જીનીયર્સ એસોસિયેશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકો મેનેજમેન્ટને લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને હડતાળની અંતિમ આંદોલનની નોટિસ પાઠવવામાં આવી હતી.

અમદાવાદ: પડતર પ્રશ્નોની માંગ સાથે 1 સપ્ટેમ્બરથી વિજ કંપનીના કર્મચારીઓ આંદોલનના માર્ગે
X

રાજ્ય સરકાર સામે ફરી એકવાર હડતાલનું સંકટ ઊભું થયું છે આ વખતે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ જીઇબી એન્જીનીયર્સ એસોસિયેશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકો મેનેજમેન્ટને લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને હડતાળની અંતિમ આંદોલનની નોટિસ પાઠવવામાં આવી હતી. પણ આજ સુધી કોઈપણ પ્રકારની હકારાત્મક કાર્યવાહી નહીં થતાં હવે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.યુજીવીસીએલ અને જેટકોના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ચીમકી વિદ્યુત કામદાર સંઘ અને GEB એન્જિ.એસોસિએશન દ્વારા ઉચ્ચારવામાં આવે છે. જેમાં 1 સપ્ટેમ્બર સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થવા પર તમામ સ્ટાફે સામૂહિક સીએલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. આ આંદોલનમાં 11 હજાર કર્મચારીઓ જોડાશે. વીજ કર્મચારી મોંઘવારી ભથ્થા અને એલાઉન્સ ફોર્મેટમાં સુધારા સહિત ની માગ કરી છે. સાતમા પગાર પંચમાં નક્કી કરાયેલા પગાર તથા એરિયર્સ સહિતની વિવિધ માંગો પુરી ન થતા રોષે ભરાયા છે. આ મામલે વીજકર્મીઓએ ઊર્જા અને નાણાંમંત્રીને પણ રજૂઆત કરી છે. આમ છતાં પ્રશ્નનું નિવારણ થયું નથી. જેથી વીજ કર્મચારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પડતર પ્રશ્નોને લઈને રાજ્યવ્યાપી આંદોલન, તથા કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવી ચૂક્યા છે તેમ છતાં આજ દિન સુધી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો છે

Next Story