અમદાવાદ: પત્નીએ જ પતિનું ગળું દબાવી હત્યા કરતા ચકચાર, પતિ ત્રાસ ગુજારતો હોવાનો આક્ષેપ

અમદાવાદમાં ઉત્તરાયણના તહેવાર દરમ્યાન હત્યાનો બનાવ બન્યો હતો જેમાં પતિની હત્યા તેની જ પત્નીએ કરી હોવાનું સામે આવ્યું છે.

New Update

અમદાવાદમાં ઉત્તરાયણના તહેવાર દરમ્યાન હત્યાનો બનાવ બન્યો હતો જેમાં પતિની હત્યા તેની જ પત્નીએ કરી હોવાનું સામે આવ્યું છે.

Advertisment

અમદાવાદના અમરાઈવાડીમાં ઉત્તરાયણના દિવસે પત્નીએ જ પતિનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસના કેહવા મુજબ દિપક કોઈ કામધંધો કરતો ન હતો અને દારૂ પીવાની ટેવ વાળો હતો. ઉત્તરાયણના દિવસે પણ તે દારૂ પીને આવ્યો હતો અને તેની પત્નીને મારવા ગયો હતો ત્યારે એની પત્નીએ તેના બચાવવામાં પ્રતિકાર કર્યો હતો.જેમાં દીપકને ગળું દબાવી મારી નાખ્યો હતો. બાદમાં 108 બોલાવી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં એવું કહેવામાં આવ્યું કે દીપકે ફિનાઈલ પીધુ છે. પરંતુ હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું જેમાં સામે આવ્યું કે દીપકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી પરિવારનું અલગ અલગ ઇન્ટ્રોગેશન કર્યું જેમાં ખબર પડી કે દીપકની પત્નીએ જ દીપકની હત્યા ગળું દબાવીને કરેલી છે. ત્યારે પોલીસે દીપકની પત્નીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.

મૂળ ભાવનગરના અને હાલ અમરાઈવાડીમાં રહેતા 56 વર્ષીય કમળાબેન ચારણ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પતિ હાલ નિવૃત જીવન ગુજારે છે. જેઓ પહેલા એએમટીએસમાં ઈલેક્ટ્રીશન તરીકે નોકરી કરતા હતા. કમળાબેનને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. તેમના કહેવા મુજબ તેમનો પુત્ર કોઈ કામધંધો નથી કરતો અને દારૂ પીવાની આદત પડી ગયેલ અને દારૂના નશામાં તેની પત્નીને માર મારતો હતો અને અંતે તેની પત્નીએ પોતાનો જીવ બચાવવા માટે તેના પતિની હત્યા કરી હતી. પોતાના બચાવમાં આ હત્યા કરી હોવાનું કમળાબેન કહી રહ્યા છે.

Advertisment