New Update
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના બાળકો તરૂણોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગ ના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો.
મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા. અને બાળકોના રસીકરણની કામગીરી નિહાળી હતી. તેમણે બાળકો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.આ વેળાએ ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા,ધારાસભ્ય શંભૂજી ભાઈ, આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે તેમજ મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ અને શાળા શિક્ષક પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.