Connect Gujarat
અમદાવાદ 

પી.એમ.મોદીની વર્ચ્યુયલ હાજરીમાં તા.11 થી 13 ડિસેમ્બર સુધી ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે

અમદાવાદના જાસપુર ખાતે 22 નવેમ્બરે ઉમિયા માતાજીના મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે.

પી.એમ.મોદીની વર્ચ્યુયલ હાજરીમાં તા.11 થી 13 ડિસેમ્બર સુધી ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે
X

અમદાવાદના જાસપુર ખાતે 22 નવેમ્બરે ઉમિયા માતાજીના મંદિરનો શિલાન્યાસ મહોત્સવ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. વડાપ્રધાન મોદી આ મહોત્સવમાં વર્ચ્યુઅલી જોડાશે અને વર્ચ્યુઅલી સંબોધન પણ કરશે. તે ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આગામી 11,12,13 ડિસેમ્બરે મંદિરનો શિલાન્યાસ યોજાશે. ઊંઝા ઉમિયાધામના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે, 1500 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. આ સંસ્થા અમદાવાદનું હૃદય છે. ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની નવી ઈમારતો બનાવવામાં આવશે. સમાજના 1200 કરતા પણ વધુ દીકરા દીકરીઓ માટે સ્કૂલથી લઈને માસ્ટર ડીગ્રી સુઘીની વ્યવસ્થા કરાશે. સૌને સાથે રાખીને કડવા પાટીદારો આગળ ચાલી રહ્યાં છે.દરેક સમાજને લાભ મળે તેવા ઉદેશ્ય સાથે આરોગ્ય સંકુલ પણ બનશે. ઉમિયાધામ કડવા પાટીદાર સમાજ આખા વિશ્વમાં પથરાયેલ છે. દરેકમાં માતાજી પ્રત્યેનો ભાવ વધ્યો છે. ગરીબ સમાજના વર્ગોને ધ્યાને રાખીને અમે વિકાસ કરવાનો નિર્ણય લીધો છે.પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા મુદ્દે બાબુ જમનાએ જવાબ આપવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અહીં માત્ર ઊમિયાધામની જ વાત કરાશે. માતાજીની સંસ્થામાં કોઈ રાજનીતિ નથી, તમામ રાજકીય પક્ષના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Next Story