Connect Gujarat
અમદાવાદ 

મોરબી "ડ્રગ્સકાંડ" : રૂ. 10 કરોડના હેરોઈન મામલે નાઈજિરિયન સહિત 4 શખ્સોની ધરપકડ...

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓ કોઈના પણ ડર વિના ડ્રગ્સનો વેપલો ચલાવી રહ્યા છે,

મોરબી ડ્રગ્સકાંડ : રૂ. 10 કરોડના હેરોઈન મામલે નાઈજિરિયન સહિત 4 શખ્સોની ધરપકડ...
X

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફિયાઓ કોઈના પણ ડર વિના ડ્રગ્સનો વેપલો ચલાવી રહ્યા છે, ત્યારે રાજ્યભરમાંથી કરોડો રૂપિયાના મુદ્દમાલ સાથે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, ત્યારે એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે મોરબીના ઝીંઝુડાગામે નવા બની રહેલા મકાનમાંથી કબજે કરેલા 600 કરોડથી વધુ કિંમતના હેરોઈનના જથ્થા મામલે ચાલી રહેલી તપાસમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ દરમ્યાન મળેલી હકીકતના આધારે એટીએસની ટીમે આ ગુનામાં રૂ. 10 કરોડની કિંમતના વધુ 2 કિલો હેરોઈનનો જથ્થો કબજે કર્યો હતો.

જોકે, બીજી તરફ એટીએસની ટીમે હેરોઈનના જથ્થાની પાકિસ્તાની માફીયાઓ પાસેથી દરિયામાં ડિલિવરી લેનારા સહિત કુલ 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં એક નાઇજિરિયન નાગરિકનો પણ સમાવેશ થાય છે. આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોલીસના હાથે ઝડપાયેલ જામનગર જિલ્લાના જોડિયા ગામનો 25 વર્ષીય રહીમ ઉર્ફે હાજી અકબર નાડેએ આરોપી અનવર ઉર્ફે અન્નુ મુસા પટેલીયાની સાથે બોટ લઈ જખૌના દરિયામાંથી હેરોઈનનો જથ્થો લાવ્યો હતો. આ જથ્થામાંથી અમુક જથ્થો રહીમ ઉર્ફે હાજીએ પોતાની પાસે સંતાડી રાખ્યો હોવાની હકીકત બહાર આવતા એટીએસેની ટીમે જામનગર બેડી રોડ ખાતેથી રૂપિયા 10 કરોડની કિંમતનું વધુ 2 કિલો હેરોઈન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story