"ટ્રાફિક ડ્રાઈવ" : અમદાવાદ પોલીસે હેલ્મેટના 1,207 અને સીટ બેલ્ટના 2,636 કેસ નોંધ્યા...

New Update

સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 5થી 15 માર્ચ સુધી રાજ્ય પોલીસ દ્વારા વાહનચાલકો સામે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે હેલ્મેટ અને સીટબેલ્ટ પહેર્યા વગર ફરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ પોલીસે હેલ્મેટના 1,207 અને સીટ બેલ્ટના 2,636 કેસ નોંધી વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

રાજ્યના પોલીસ વિભાગ દ્વારા દરેક પોલીસ મથક દીઠ ટાર્ગેટ સોંપવામાં આવ્યો છે. આ સાથે જ તમામ શહેરો અને જિલ્લાની સમિક્ષા કરવાના નામે રોજે-રોજ કેટલો દંડ કર્યો તેની તમામ માહિતી બીજા જ દિવસે આપી દેવાનો હુકમ કરાયો છે. જેના પગલે અમદાવાદમાં ટ્રાફિક પોલીસે છેલ્લા 6 દિવસમાં હેલ્મેટ પહેર્યા વગરના 1207 ચાલકોને પકડી પાડીને રૂપિયા 6.13 લાખનો દંડ ફટકાર્યો છે, જ્યારે સીટબેલ્ટ પહેર્યા વગરના 2636 કાર ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસે રૂપિયા 13.19 લાખનો દંડ વસૂલ્યો છે. જોકે, વીઆઇપી બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોવાથી દંડનો ટાર્ગેટ પૂર્ણ કરી શકી નથી, ત્યારે હવે ડ્રાઇવના માત્ર 2 દિવસ બાકી હોવાથી નિયમનોનું ઉલ્લઘંન કરતા વાહનચાલકોને પકડીને ટ્રાફિક પોલીસ ટાર્ગેટ પૂર્ણ કરશે. જેથી કહી શકાય કે, હવે ગુજરાતમાં હેલ્મેટ અને સીટબેલ્ટ પહેર્યા વગરના વાહન ચાલકો સામે પોલીસ વિભાગે લાલ આંખ કરી છે. જોકે, કેટલાક સ્થળે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે.


Advertisment