અમદાવાદ : પુનાથી અમદાવાદ આવ્યું વિમાન, જુઓ વિમાનની અંદર શું લવાયું

Update: 2021-01-12 12:03 GMT

કોરોના સામે જંગ જીતવા માટે કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો આજે સવારે પુનાથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો. સીરમ ઇન્સ્ટિટ્યૂટથી આ વેક્સીન રવાના કરવામાં આવી હતી. વેક્સીન 23 બોક્સમાં આવેલી વેક્સીનને ગાંધીનગર લઇ જવા માટે ગ્રીન કોરિડોર બનાવવવામાં આવ્યો હતો. 16 જાન્યુઆરીથી 4 લાખ લોકોને ડોઝ આપવાનો પ્રારંભ થશે.

પુનાના સીરમ ઇન્સટીટયુટમાંથી અમદાવાદ માટે કોરોના વેકસીનનો પ્રથમ જથ્થો આવી પહોંચ્યો હતો. આ વેકસીનને ગાંધીનગર સ્થિત સ્ટોરેજ ખાતે રાખવામાં આવશે. અમદાવાદ એરપોર્ટથી વેક્સિન ગાંધીનગર લઈ જવા માટે ગ્રીન કોરિડોર કરવામાં આવ્યો હતો.ગાંધીનગરના રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. DCP, ACP, PI, PSI સહિતના પોલીસ કર્મી આખા રૂટ પર તહેનાત કરાયાં હતાં. એટલું જ નહીં અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જે જગ્યાએ વેક્સિન રાખવાની છે ત્યાં સ્ટોરેજ રૂમ પર પોલીસનો રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ રાજ્યમાં 2 લાખ 76 વેક્સીન ડોઝ મોકલાવ્યો છે. એરપોર્ટ પર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહયાં હતાં.

વડાપ્રધાન મોદી અમદાવાદ અને રાજકોટમાં વિડિયો કોન્ફન્સથી ટુવે માધ્યમથી ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કામદારો સાથે સંવાદ રચશે. આજે સવારથી વેક્સિન આવવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ઉત્કંઠા જાગી હતી. સિરમ ઇન્સ્ટિટ્યૂટની કોરોન રસીની પહેલી ખેપ આવી ગઈ છે. રાજ્યમાં રસીકરણના કાર્યક્રમને લઈ 6 રીજનલ સેન્ટર પણ ઉભા કરી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટમાં સેન્ટર બનાવાયા છે, એટલું જ નહીં, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં પણ સેન્ટર બનાવાયા છે.

ત્યારબાદ ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે. ગુજરાતમાં 4 લાખથી હેલ્થ વર્કસ અને 6 લાખથી વધુ ફ્રન્ટ લાઈન વર્કર્સ છે. જેઓ કોવિડની ડાયરેક્ટ ડ્યુટીમાં ફરજ બજાવે છે. કુલ મળીને 11 લાખથી વધુ કર્મચારીઓને કોવિડ વેક્સિનનો પહેલા લાભ મળશે. હાઉસ ટુ હાઉસ સર્વે પૂરો થયો છે. આ તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવશે તો રાજ્યમાં ડેટાબેઝ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Tags:    

Similar News