ભરૂચ : આમોદ તાલુકામાં 27 ગામમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

Update: 2021-01-08 12:05 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તાલુકાના 27 ગામના ખેડુતોને સરકારની યોજનાનો લાભ મળશે.

ગુજરાત રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ૨૭ જેટલા ગામોના ૫ મેગાવોટ વીજ પુરવઠાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી ખેડૂતોને રાત્રે ઉજાગરો કરવો નહીં પડે અને અને વન્ય જીવજંતુ , કડકડતી ઠંડીથી મુક્તિ મળશે જેથી ખેડૂત દિવસે કામ કરી રાત્રે આરામ કરી શકશે.

કાર્યક્રમના અધ્યક્ષ ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસની નીતિ ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે સક્ષમ ના બને તેવી રહી હતી.કોંગ્રેસે નર્મદા ડેમના દરવાજા ના મૂકી ખેડૂતોને પાયમાલ કર્યા હતા.ગુજરાત સરકારે ખેતીલક્ષી સાધનોમાં સબસીડી આપીને ખેડૂતો માટે કામગીરી કરી છે. આ પ્રસંગે આમોદ ગુરુકુળના ડી. કે. સ્વામીએ આશીર્વચન આપ્યું હતું. તેમજ માજી મંત્રી છત્રસિંહ મોરી તથા ભરૂચ જિલ્લા સાસંદ મનસુખ વસાવાએ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, માજી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી  જિલ્લા કલેકટર ડૉ. એમ ડી મોડીયા,જિલ્લા વિકાસ અધિકારી, આમોદ તાલુકા વિકાસ અધિકારી રિશી દેસલે આમોદ મામલતદાર ડૉ.જે.ડી. પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં.

Tags:    

Similar News