ભરૂચ : રોટરી કલબ ઓફ ભરૂચના ઉપક્રમે કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટ

Update: 2020-01-25 16:10 GMT

રોટરી કલબ

ઓફ ભરૂચના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું

આયોજન એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું હતું. 

ભરૂચની

રોટરી કલબ દ્વારા સેવાકીય કાર્યોનો વ્યાપ વધારવા માટે વિવિધ પ્રવૃતિઓ વર્ષ દરમિયાન

કરવામાં આવે છે. શનિવારના રોજ ભરૂચ શહેરના એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કોર્પોરેટ

ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાની વિવિધ કંપનીઓની 16 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના

ઉદઘાટન સમારંભમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત અનીશ પરીખ, મનીષ પોદ્દાર સહિતના મહેમાનો હાજર રહયાં

હતાં. કોર્પોરેટ ટુર્નામેન્ટમાંથી થનારી આવકની રકમને ચેરીટી માટે વાપરવામાં આવશે. 

Tags:    

Similar News