ભરૂચ: હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી,કોરોનાકાળ વચ્ચે કેવી છે તૈયારી જુઓ

Update: 2021-01-22 13:26 GMT

કોરોના મહામારી વચ્ચે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીના હસ્તે  ધ્વજવંદન કરવામાં આવશે

કોરોનાના ઘટતા જતા  સંક્રમણ વચ્ચે   26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમગ્ર દેશમાં  કરવામાં આવનાર છે.  ભરૂચની મધ્યમાં આવેલ હોસ્ટેલ  ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે જે  માટેની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે આરોગ્ય મંત્રી કિશોર કાનાણી ના વરદહસ્તે ધ્વજવંદન થશે .પોલીસ બેન્ડની સુમધુર સુરાવલી સાથે રાષ્ટ્રગાન થશે, પોલીસ , એસ.આર.પી , હોમગાર્ડઝ , ટ્રાફીક , એન.સી.સી , સ્કાઉટગાઇડ દ્વારા  યોજાનાર પરેડનું મંત્રી ધ્વારા નિરીક્ષણ કરાશે.તો સાથે જ વૃક્ષારોપાણ પણ કરવામાં આવશે.  કોરોનાની ગાઈડ લાઇનના તમામ નિયમોના પાલન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે અને 400 લોકોની હાજરી વચ્ચે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે.

Tags:    

Similar News