ભરૂચ : વહેલી સવારથી જિલ્લાભરમાં ધુમ્મસભર્યું વાતાવરણ, અનેક વાહનચાલકોને હાલાકી

Update: 2021-01-13 05:24 GMT

ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસના પગલે ઠંડીનું પ્રમાણ પણ વધ્યું હતું. તો સાથે જ ઝીરો વિઝીબિલિટીના કારણે અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

બુધવારની વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે સમગ્ર ભરૂચ શહેર સહિત જિલ્લાભરમાં પણ ધુમ્મસની ચાદર પથરાઈ હતી. ભરૂચ તથા અંકલેશ્વર શહેરમાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે જાણે કોઈ હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

જોકે શહેરમાં છવાયેલા ધુમ્મસના પગલે માર્ગ પર ઝીરો વિઝીબિલિટી હોવાના કારણે અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો સાથે જ ધુમ્મસના કારણે જિલ્લાભરમાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યું હતું. જોકે અમુક કલાકો બાદ સૂર્યદેવના આગમનથી ધુમ્મસના પ્રમાણમાં ઘટાડો થવાની પણ શરૂઆત થઈ હતી.

Tags:    

Similar News