ભરૂચ: કોરોનાના કહેર વચ્ચે એસટી બસમાં મુસાફરોની “અસલામત સવારી”

Update: 2020-06-08 08:46 GMT

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, ત્યારે કોરોના વાયરસને નાથવા માટે સોશિયલ  ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી બની ગયું છે. પરંતુ સરકારી એસ.ટી બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો એક જ બસમાં ગીચોગીચ મુસાફરી કરી રહ્યા હોય જેના કારણે કોરોના વાયરસ સંક્રમણ વધુ ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહી છે. 

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે લોકોના હાલ બેહાલ કર્યા છે અને કોરોના વાયરસથી સાવચેતી રાખવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી બનવા સાથે સૅનેટાઈઝ થવું જરૂરી છે.ત્યારે જંબુસર તરફ થી આવેલી એસ.ટી બસમાં મુસાફરો ૫૬ સીટની બેઠકના બદલે ૬૦ જેટલા લોકો ટિંગાટોળી કરી મુસાફરી કરતા હોવાનો વિડીયો સામે આવતા સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા હોવાના દ્રશ્યો સાથે કેટલાક મુસાફરોએ માસ્ક પણ ન પહેર્યા હોય અને કોરોના વાયરસ ને આમંત્રણ આપતા હોવાના દ્રશ્યો સામે આવતા એસ.ટી વિભાગના કર્મચારીઓ સરકારના નીતિ નિયમોના ધજાગરા ઉડાવતા હોવાનું કહી શકાય.

Tags:    

Similar News