ભરૂચ : નેશનલ હાઇવે પર મુલદ નજીક ટ્રાફિકજામ, 108 એમ્બયુલન્સ પણ ફસાઇ

Update: 2020-01-27 07:33 GMT

ભરૂચના નેશનલ

હાઇવે પર ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યાએ માથુ ઉંચકયું છે. રવિવારે મોડી સાંજે

મુલદ ટેકસ પ્લાઝા પાસે એક એમ્બયુલન્સ ટ્રાફિકજામમાં ફસાઇ હતી.

નેશનલ હાઇવે પર

સર્જાતા ટ્રાફિકજામને નિવારવા માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દેવાયો છે પણ ટ્રાફિકની

સમસ્યા યથાવત રહી છે. ભરૂચના મુલદ ટેકસ પ્લાઝા ખાતે હજી પણ વાહનોની કતાર જોવા મળે

છે. રવિવારે પ્રજાસત્તાક પર્વની સંધ્યાએ જ મુલદ ટેકસ પ્લાઝા પાસે ટ્રાફિકજામ થતાં

સેંકડો વાહનો અટવાયાં હતાં. હાઇવે પર અઢી કીમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી.

ટ્રાફિકજામમાં એક એમ્બયુલન્સ પણ ફસાઇ હોવાનો વિડીયો સામે આવ્યો છે. દર્દીને સારવાર

માટે દવાખાને ઝડપથી પહોંચાડવા માટે એમ્બયુલન્સની સાયરન વાગતી રહી હતી પણ ટ્રાફિક

જામના કારણે એમ્બયુલન્સ માંડ આગળ વધતી હતી. વાહનોથી હાઇવે ખીચોખીચ હોવાના કારણે

અન્ય વાહન ચાાલકો પણ 

એમ્બયુલન્સને સાઇડ

આપી શકે તેવી સ્થિતિમાં ન હતાં. 

Tags:    

Similar News