'ચોંકાવનારો કિસ્સો' :ભરૂચના રાજપારડી ખાતે અજીબ આત્મહત્યાનો કિસ્સો આવ્યો સામે, વાંચો સમગ્ર મામલો!

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે એક અજીબ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે.

Update: 2022-05-24 06:24 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે એક અજીબ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. નગરનાજ ભદાલી વિસ્તાર ખાતે રહેતા એક ૨૭ વર્ષીય યુવકે આજે એક ખેતરમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક વીજ લાઇન ઉપર લોખંડના તારનું લંગરીયુ નાંખીને વીજ કરંટથી આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર આત્મહત્યા હત્યા કરનારા યુવકને વીજ પ્રવાહનો ઝટકો લાગતા યુવક શરીરે દાઝ્યો હતો અને એક હાથ કાંડેથી છુટો પડી ગયો હતો ઘટના અંગે રાજપારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.રાઠોડને માહિતી મળતા પોલીસ જવાનો સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. તદઉપરાંત રાજપારડી વિજ વિભાગના પણ ઉચ્ચ અધિકારીઓ પણ ટીમ સાથે પહોંચ્યા હતા ઝઘડિયા તાલુકાના રાજપારડી ભદાલી વિસ્તારના ચંદાબેન વસાવા નામની મહિલાનો ૨૭ વર્ષીય પુત્ર જયદેવભાઇ વસાવા સીમમાં ઘાસચારો લેવા ગયો હતો.

ત્યારબાદ બે અજાણ્યા ગોવાળીયા તેમના ઘરે આવ્યા હતા, અને જણાવ્યું હતુંકે ભદાલી ગામની સીમમાં એક ખેતરમાં તમારો છોકરો જયદેવ સુતો છે. આ સાંભળીને ચંદાબેન તેમજ તેમનો બીજો પુત્ર ચંપકભાઇ ખેતરે તપાસ કરવા ગયા હતા. ભદાલી ગામની સીમમાં એક પડતર ખેતરમાં જયદેવ પડેલો જણાયો હતો. તેના ડાબા હાથનો પંજો અલગ થઇ ગયેલ હતો. તેમજ ડાબા હાથે અને શરીરના ભાગે દાઝી ગયેલ હતો. તેની નજીકમાં લોખંડના તારનું લંગરીયું ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન પર નાંખેલ દેખાયુ હતું. જેને લઇને જયદવે કોઇ અગમ્ય કારણોસર ઇલેક્ટ્રિક લાઇન પર લંગરીયું નાંખીને વીજ કરંટ દ્વારા આત્મહત્યા કરી હોવાની શંકા સાથે મૃતકની માતા ચંદાબેન વસાવાએ રાજપારડી પોલીસમાં ઘટના અંગે જાણ કરી હતી. રાજપારડી પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News