અંકલેશ્વર: અંસાર માર્કેટ નજીક જુગાર રમતા 5 જુગારી ઝડપાયા, પોલીસે શરૂ કરી તપાસ

અંકલેશ્વર શહેર પોલીસે અંસાર માર્કેટ પાસે આવેલ કાઠીયાવાડી હોટલ પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા

Update: 2022-10-13 08:48 GMT

અંકલેશ્વર શહેર પોલીસે અંસાર માર્કેટ પાસે આવેલ કાઠીયાવાડી હોટલ પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંસાર માર્કેટ પાસે આવેલ કાઠીયાવાડી હોટલની બાજુમાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમી ના આધારે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા સહિત કુલ 28 હજારના મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અમરતૃપ્તિ હોટલ પાસે રહેતો જાવેદ હુસેન અબ્દુલ સમંત શેખ,મોહમદ જાહિર સિદ્દીકી સહિત પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.

Tags:    

Similar News