અંકલેશ્વર : અવિરત મેઘમહેરથી આમલાખાડી ઓવરફ્લો, આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા SDRFની ટીમ તૈનાત...

જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અંકલેશ્વર શહેર નજીકથી પસાર થતી આમલાખાડી ઓવર-ફ્લો થવા પામી હતી.

Update: 2022-07-12 10:19 GMT

સમગ્ર ભરૂચ જિલ્લામાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અંકલેશ્વર શહેર નજીકથી પસાર થતી આમલાખાડી ઓવર-ફ્લો થવા પામી હતી. તો બીજી તરફ કોઈપણ પરિસ્થિતીને પહોચી વળવા અંકલેશ્વર ખાતે SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, સમગ્ર રાજ્યમાં સતત મેઘમહેર થઈ રહી છે, ત્યારે ભરૂચ જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે. આ તરફ અંકલેશ્વર શહેરના પિરામણ ગામથી વાલિયા ચોકડીને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાતા અનેક વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા અંકલેશ્વર ખાતે SDRFના 40 જવાનોની ટીમ તૈનાત કરવામાં આવી છે.

Tags:    

Similar News