અંકલેશ્વર : વિકલાંગ સિક્યુરિટી ગાર્ડને પગાર નહીં ચુકવાતા સિક્યુરિટી એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ..!

લેભાગુ એજન્સીઓ નોકરી આપવાના બહાને છેતરપીંડી પણ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે

Update: 2023-07-18 12:15 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વિકલાંગ સિક્યુરિટી ગાર્ડને છેલ્લા દોઢ મહિનાથી પગાર નહીં ચુકવાતા પોલીસ મથકે ખાનગી સિક્યુરિટી એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાય છે. મળતી માહિતી અનુસાર, મૂળ બિહાર અને હાલ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા વિકલાંગ ડોમન ઠાકુર છેલ્લા ઘણા સમયથી માઁ સિક્યુરિટી સર્વિસ એન્ડ લેબરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, જેઓને છેલ્લા દોઢ મહિનાથી એજન્સી દ્વારા પગાર નહીં ચુકવાતા તેઓને લેબર યુનિયન સહીત અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં કોઈપણ જાતનું નિરાકરણ નહીં આવતા તેઓએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ત્યારબાદ તાલુકા પોલીસ મથક ખાતે એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ધક્કા ખાતા નજરે પડ્યા હતા. જેઓએ ખાનગી એજન્સી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે અન્ય રાજ્યમાંથી રોજગારી માટે આવતા અનેક લોકો સાથે લેભાગુ એજન્સીઓ નોકરી આપવાના બહાને છેતરપીંડી પણ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે આવી એન્જસી વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જરૂર વર્તાય રહી છે.

Tags:    

Similar News