અંકલેશ્વર : મોબાઈલ શોપના માલીકને ગઠિયાઓએ ફેક બેંકિંગ મેસેજ મોકલ્યો, રૂ. 50 હજારના મોબાઈલ ઉઠાવી ફરાર

Update: 2022-02-22 12:13 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક આવેલ ઝો-બોક્સ મોબાઈલ શોપમાં ફેક બેંકિંગ મેસેજ મોકલી અંદાજિત રૂપિયા 50 હજારના મોબાઈલની ચોરી કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર શહેરમાં રહેતા યુવકની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઝો-બોક્સ મોબાઈલ શોપ આવેલી છે, જે મોબાઈલની દુકાનમાં 2 ઇસમો આઇ ફોન-8 અને વન પ્લસ મોબાઈલ ફોન લેવા આવ્યા હતા. જેઓએ 2 મોબાઈલ લઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી દુકાનદારને ફેક બેંકિંગ મેસેજ મોકલી અંદાજિત 50 હજારથી વધુના મુદ્દામાલની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા, ત્યારે છેતરપિંડી અંગે દુકાનદારે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા સહિતની તજવીજ હાથ ધરી હતી.

Tags:    

Similar News