અંકલેશ્વર : દારૂના જથ્થા સાથે બી’ ડિવિઝન પોલીસે કરી 3 ઈસમોની અટકાયત, રૂ. 62 હજારનો મુદ્દામાલ જપ્ત...

અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2024-03-26 07:33 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પ્રતિન ચોકડી વિસ્તારમાં ધુળેટીના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઓટો રીક્ષા નંબર GJ-16-AT-3055માં કેટલાક ઈસમો દારૂની હેરાફેરી કરવા સારું પ્રતિન ચોકડી વિસ્તારમાંથી પસાર થવાના છે. જેથી પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી રીક્ષા આવતા તેને થોભાવી હતી. આ ઓટો રીક્ષામાં 3 ઈસમો સવાર હતા. પોલીસે ઓટો રિક્ષામાં તપાસ કરતા પાછળની સાઈડમાં મુકેલ 2 કાળા થેલામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલિસે રીક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 મિલીની 32 નંગ કાચની બોટલ જેની કિંમત 16 હજાર, અંગ ઝડતીમાંથી 2 મોબાઈલ ફોન તથા રૂ. 40 હજારની ઓટો રીક્ષા મળી કુલ રૂ. 62 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો રાખવા બદલ તેમજ પાસ-પરમીટ માંગતા નહીં હોવાનું જણાવતા શૈલેષ ઉર્ફે જયલો વસાવા, અબ્દુલ જબ્બાર અબ્દુલ ગની શાહ અને આકાશ પટેલ નામના 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Tags:    

Similar News