અંકલેશ્વર: બે અલગ અલગ સ્થળોએથી ભંગારનો જથ્થો ઝડપાયો, 8 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીની અટકાયત

૧૮૦૦ કિલો ભંગાર તેમજ ગાડી મળી કુલ ૮.૦૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Update: 2022-07-31 09:13 GMT

અંકલેશ્વર તાલુકા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાકરોલ બ્રીજ પાસેથી એલ્યુમિનિયમની પટ્ટીઓ ભરેલ શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે બે ઇસમોને રૂપિયા ૮.૦૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ બાકરોલ બ્રીજ પાસે વાહન ચેકીંગમાં હતો તે દરમિયાન બોલેરો પીકઅપ ગાડી નંબર-જી.જે.૦૫.સી.યુ.૯૪૧૧ આવતા પોલીસે તેને અટકાવી હતી અને ગાડીમાં તપાસ કરતા તેમાંથી ૧૮૦૦ કિલોની એલ્યુમિનિયમની પટ્ટીઓ મળી આવી હતી પોલીસે ગાડીના ચાલકને એલ્યુમિનિયમની પટ્ટીઓ અંગે પુછપરછ કરતા તે જથ્થો અંકલેશ્વરની અમન માર્કેટ અને બોમ્બે સ્ક્રેપ ટ્રેડર્સમાંથી ભરી શ્રી રામ મેટલ એકતા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પીપોદરા ખાતે લઇ જતો હોવાનું જણાવ્યું હતું જેની પાસે ભંગારના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે આનાકાની કરતા પોલીસે કામરેજના કઠોરની માન સરોવર સોસાયટીમાં રહેતો પીકઅપ ગાડીનો ચાલક રાજુ રમાકાંત દુબે અને લાલુકુમાર સહદેવ યાદવને ઝડપી પાડ્યો હતો અને ૧૮૦૦ કિલો ભંગાર તેમજ ગાડી મળી કુલ ૮.૦૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News