અંકલેશ્વર : મોતાલી નજીક પાસ-પરમિટ વગર ખાદ્ય તેલ બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા...

અંકલેશ્વર તાલુકામાં પાસ-પરમિટ વગર ખાદ્ય તેલ બનાવતી એક ફેક્ટરી પર કુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Update: 2023-02-04 11:49 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં પાસ-પરમિટ વગર ખાદ્ય તેલ બનાવતી એક ફેક્ટરી પર કુડ એન્ડ ડ્રગ વિભાગના દરોડાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ આવેલી એક હોટલની પાછળ ખાદ્ય તેલ બનાવવાની એક ફેકટરી ચાલતી હોવાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બાતમી મળી હતી, ત્યારે બાતમીના આધારે સ્થળ પર જઈ તપાસ કરવામાં આવતા પાસ-પરિમટ વગર ખાદ્ય તેલ બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. ફેક્ટરી પાસે તેલના ઉત્પાદન કરવા અંગેની કોઇ સરકારની પરવાનગી નથી કે, નથી ફુડ એન્ડ ડ્રગ વિભાગનું લાયસન્સ. તેમા છતાં લગભગ અખાદ્ય એવા તેલનું ઉત્પાદન અહીં છેલ્લા 7-8 વર્ષથી બેરોકટોક ચાલી રહ્યું હતું, જ્યાં કુડ એન્ડ ડ્રગ વિભાગે ફેક્ટરીની ઝડતી લેતા માલિક પાસે કોઇ સરકારી દસ્તાવેજ ન હતો, ત્યારે હાલ તો ડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ ખાદ્ય તેલના સેમ્પલને લેબમાં તપાસ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News