અંકલેશ્વર: પાનોલીની ખાનગી કંપનીના કામદારનું રહસ્યમય રીતે મોત,પરિવારે હત્યાના આક્ષેપ સાથે કંપની પર કર્યા દેખાવો

જલધારા ચોકડી સ્થિત સમર્થ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો એમ.એસ.સી. થયેલો 23 વર્ષીય અક્ષર કાનાની પાનોલીની સાયનો કોપ કેરમાં સુપરવાઈઝર તરીકે નોકરીએ લાગ્યો હતો.

Update: 2022-04-13 11:04 GMT

અંકલેશ્વરના પાનોલીની સાયોના કોપ કેર કંપનીમાં નાઈટશિપમાં ગયેલા સુપરવાઈઝર યુવાનનો 6 દિવસ બાદ 40 ફૂટ નજીકથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવવાની ઘટનામાં પરિજનોએ ઘટનાના બીજા 6 દિવસ બાદ મૃતદેહ કંપની પાસે લાવી પુત્રની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી

મૂળ અમરેલી અને હાલ અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત સમર્થ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો એમ.એસ.સી. થયેલો 23 વર્ષીય અક્ષર કાનાની પાનોલીની સાયનો કોપ કેરમાં સુપરવાઈઝર તરીકે નોકરીએ લાગ્યો હતો.અક્ષરની 30 માર્ચે નાઈટશિપ હતી જે બાદ રાતે તે અને તેનો મોબાઈલ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. પિતા રમેશભાઈ અને પરિવારે શોધખોળ કર્યા બાદ 6 એપ્રિલે તેનો મૃતદેહ કંપનીથી 40 ફૂટ દૂર 6 ફૂટ ઊંડા ખાડામાંથી મળ્યો હતો. પિતા અને બહેને અક્ષરની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે મૃતદેહની અંતિમ વિધિ કરી ન હતી. ગત 12 એપ્રિલે રાતે સાયોના કંપની બહાર અક્ષરનો મૃતદેહ પરિવાર લાવી તેને શ્રદ્ધાંજલિ આપી હતી.પાટીદાર સમાજે જોડાઈ યુવાનની હત્યા થઈ હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંતે પોલીસ વડા ડો. લીના પાટીલ, ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને પી.આઈ. ભૂતિયાની ન્યાયિક તપાસની ખાતરી બાદ પરિવારે કંપની બહારથી મૃતદેહ ખસેડાયો હતો

Tags:    

Similar News