અંકલેશ્વર : રૂ. 5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમની પોલીસે કરી અટકાયત, વધુ તપાસ શરૂ...

5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Update: 2022-10-22 07:37 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી રૂપિયા 5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગત રાત્રી દરમિયાન સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ચોકડી પાસેથી લોખંડ ભરેલ ટેમ્પો નંબર GJ 16 AV 2481 આઇસર ટેમ્પોને રોકી તેની તલાશી લેતા તેમાં લોખંડના તાર અને સળિયા ભરેલા હતા.

જે અંગેના દસ્તાવેજી પુરાવા માંગતા કોઈપણ આધાર-પુરાવા ન મળી આવતા એસોજીએ રૂપિયા 1 લાખથી વધુના લોખંડના તાર અને સળિયા તેમજ આઇસર ટેમ્પો કિંમત રૂપિયા 4 લાખ મળી રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 41 (ડી) મુજબનો ગુનો દાખલ કરી ટેમ્પો ડ્રાઇવર મુન્ના વેજનાથ યાદવની અટકાયત કરી જીઆઇડીસી પોલીસ મથકે સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags:    

Similar News