અંકલેશ્વર: 35થી વધુ વાહન માલિકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

શહેર બી ડીવીઝન પોલીસ મથકના વાહન છેતરપિંડીના ગુનામા સંડોવાયેલ વધુ એક ઇસમને પોલીસે પાંચ વાહનો સાથે ઝડપી પાડ્યો હતો.

Update: 2024-02-16 08:57 GMT

અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ મથકના વાહન છેતરપિંડીના ગુનામા સંડોવાયેલ વધુ એક ઇસમને પોલીસે પાંચ વાહનો સાથે ઝડપી પાડ્યો હતો.

વડોદરા રેન્જ આઈ.જી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઇ દ્વારા જીલ્લામાં અસામાજીક પ્રવુતી ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે.ભુતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અંગત આર્થિક લાભ માટે ગાડીઓ ભાડે રાખવાના બહાને 35થી વધુ વાહન માલિકોને વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી અલગ અલગ વાહનોના ભાડ કરાર કરી ગાડીઓ વેચી દઈ છેતરપિંડી આચારનાર ચિખલીના જી.ઈ.બી ઓફીસની સામે ટાટા શો રૂમની બાજુમાં રહેતો નઈમ નઝીર કાલુ મુલતાનીને ઝડપી તેની પાસેથી પાંચ ગાડીઓ રિકવર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News