અંકલેશ્વર: પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા યોજાતી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ, ક્રિકેટ ટુર્નામેન્ટમાં મીડિયા ઇલેવનનો વિજય

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પ્રતિવર્ષ યોજાતી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ થયો હતો

Update: 2023-12-19 12:20 GMT

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પ્રતિવર્ષ યોજાતી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ થયો હતો

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે જેનો આજથી આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ ટૂર્નામેન્ટમાં પાનોલી ઉદ્યોગ મંડળઆ પ્રમુખ બી.એસ.પટેલ,ઉપ પ્રમુખ ચંપાલાલ રાવલ.જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમાર,સ્પોર્ટ કમિટી ઉપ પ્રમુખ મેહુલભાઈ,વાઇસ ચેરમેન હેમંત પટેલ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.ઇવેન્ટમાં આજરોજ રસ્સા ખેંચ સહિતની સ્પર્ધા યોજાઈ હતી.આજે પ્રથમ મેચ મીડિયા ઈલેવન અને પી.આઈ.ઇન્દ્રસ્ટીઝ વચ્ચે રમાઈ હતી જેમાં મીડિયા ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો.

Tags:    

Similar News