ભરૂચ: આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ

આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ કરવામાં આવતું હતું

Update: 2021-12-16 08:50 GMT

આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તનના મામલામાં પોલીસે વધુ 6 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમોદ પોલીસ સ્ટેશનમાં કાંકરીયા ગામમાં આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ કરી દેવાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં પોલીસે અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ધરપકડનો આંક 10 પર પહોંચ્યો છે. આ મામલામાં મુખ્ય આરોપી પૈકીના અઝીઝે 14 લાખના ખર્ચે ઈબાદતગાહ બનાવ્યું હતું. આ ઈબાદતગાહ સરકારી પરવાનગી વગર બેહરિન અને સ્થાનિક ફન્ડિંગ દ્વારા બનાવવામાં આવ્યું હતું.કુલ 14.5 લાખ રૂપિયા મેળવી રકમનો ઉપયોગ ઈબાદતગાહ સાથે ધર્માંતરણની લાલચ માટે કરાયો હતો. આ તરફ જંબુસરની મસ્જિદમાં નમાઝ પઢાવનાર ઐયુબ નામના શખ્શની ધરપકડ કરવામાં આવી છે.આરોપી દ્વારા લાલચ આપી નમાઝ પઢાવવામાં આવતી હતી. તો વડોદરાના આફમી ટ્રસ્ટમાંથી ગેરકાયદેસર રકમ મેળવાય હોવાનો ખુલાસો થયો છે.પોલીસે પાલેજના રિઝવાન પટેલ, પાટણના સમી તાલુકાના યાકુબ, કોન્ટ્રકટર ઈમરાન, જંબુસરના ઐયુબ પટેલ, આછોદના 2 ટ્રસ્ટીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News