ભરૂચ: ભારત રત્ન અટલ બિહારી વાજપેઈજીની જન્મજયંતિ, ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું આયોજન

અટલ બિહારી વાજપેઈજી એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું

Update: 2023-12-25 10:23 GMT

આજે ભારત રત્ન અટલ બિહારી વાજપેઈજીની જન્મજયંતિ

ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

કાવ્યાંજલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું

આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

સ્વરછતા અભિયાન પણ હાથ ધરાયુ

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત રત્ન,ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેજીની આજે જન્મ જયંતિ છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અટલ બિહારી વાજપેઈજી એક અનંત કવિ હતા ત્યારે તેમની જન્મ જયંતિ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કાવ્યાંજલી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 10 જેટલા કવિઓ દ્વારા તેઓના જીવન કથનને કાવ્યાત્મકરૂપે લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

આ સાથે જ ભાજપના આગેવાનો દ્વારા તેઓની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,મહામંત્રી નિરલ પટેલ,પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આગેવાનોએ અટલજીની જન્મજયંતિ નિમિત્તે સ્વરછતા અભિયાન પણ હાથ ધર્યુ હતુ અને સાફ સફાઈ કરી હતી

Tags:    

Similar News