ભરૂચ : કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતાં ભરુચ ખાતે 50 થી વધુ ઈનફ્લુએન્સર સાથે ભાજપની બેઠક યોજાઇ

ભરૂચ ખાતે કેન્દ્ર સરકારના 9 વર્ષ સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યો જન જન સુધી પહોંચાડવા 50 થી વધુ ઈનફ્લુએન્સર સાથે ભાજપની બેઠક યોજાઇ હતી.

Update: 2023-06-11 07:02 GMT

ભરૂચ ખાતે કેન્દ્ર સરકારના 9 વર્ષ સુશાસન અને ગરીબ કલ્યાણના કાર્યો જન જન સુધી પહોંચાડવા 50 થી વધુ ઈનફ્લુએન્સર સાથે ભાજપની બેઠક યોજાઇ હતી.

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે દેશભરમાં 9 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર સભાઓ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે. ત્યારે ભરૂચમાં 50 થી વધુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો સેમિનાર યોજાયો હતો. દક્ષિણ ગુજરાત સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ સંકેત શર્મા અને ભરૂચ સોશિયલ મીડિયાના સંયુક્ત આયોજનથી ભાજપાના ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ મનન દાણી દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત આ સંમેલનનું આયોજન કરાયું હતું. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 9 વર્ષમાં કરેલાં કામોની છણાવટ કરતું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. દેશના તમામ નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ મળે તેવા શુભાશ્રયથી અને લોકો સુધી યોગ્ય માહિતી પહોંચે તે હેતુસર આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી નીરલ પટેલ અને મંત્રી નિશાંત મોદી સહિત મોટી સંખ્યામાં ઈનફ્લએન્સર હાજર રહ્યા હતા.

Tags:    

Similar News