ભરૂચ : સુડી ગામના ગડેરિયા નાળા નજીકથી દારૂના જંગી જથ્થા સાથે બુટલેગરની ધરપકડ

આમોદ પોલીસે રેડ કરી રૂપિયા ૧.૪૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

Update: 2021-12-28 12:15 GMT

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સુડી ગામની સીમમાં ગડેરિયા નાળા નજીક કોઈ બુટલેગર વિદેશી દારૂ વેચતો હોવાની આમોદ પોલીસને બાતમી મળતા આમોદ પોલીસે રેડ કરી રૂપિયા ૧.૪૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકાના સુડી ગામની સીમમાં આવેલા ગરેડિયા નાળા નજીક બાવળી વાળી જગ્યામાં સુડી ગામનો વિશાલ મનહર પાટણવાડીયા વિદેશી દારૂ વેચી રહ્યો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી,

ત્યારે બાતમીના આધારે પોલીસે સ્થળ પરથી ભારતીય બનાવટની વિદેશી દારુની 180 મિલીના 1104 નંગ પાઉચ, જેની કિંમત રૂ.1,10,400 તથા 500 મિલીના 310 નંગ ટીન, જેની કિંમત રૂપિયા 31,000 મળી કુલ કિંમત 1,1,400 રૂપિયાના મુદ્દામાલ સાથે સુડી ગામના બુટલેગર વિશાલ પાટણવાડીયાને ઝડપી પાડ્યો હતો. જે બાબતે તેની પૂછપરછ કરતાં તેણે આમોદની ગુજરાત સોસાયટીમાં રહેતા યુસુફ ઇસ્માઇલ તોરાબ તથા વડોદરાના રહેવાસી પ્રભુ પાસેથી આ દારૂનો જથ્થો વેચવા માટે લાવ્યો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે આમોદ પોલીસે આમોદના યુસુફ તોરાબ તથા વડોદરાના પ્રભુ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી ત્રણેય સામે પ્રોહીબીસન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News