ભરૂચ: પ્રોહીનબિશનના ગુનામાં સંડોવાયેલ GRD જવાનની ક્રાઇમ બ્રાન્ચે વલસાડથી કરી ધરપકડ

વાલીયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ જી.આર.ડી.જવાનને ભરુચ એલસીબીએ વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

Update: 2024-03-04 06:54 GMT

વાલીયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ જી.આર.ડી.જવાનને ભરુચ એલસીબીએ વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

વડોદરા રેન્જ આઈ.જી સંદીપ સિંહ અને ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા, વોન્ટેડ,પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એલ.સી.બી.ના પી.આઈ એમ.પી.વાળાના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ઉમરપાડા તાલુકાનાં ચોખવાડા ગામના મંદીર ફળિયામાં રહેતો અને ચાર મહિના પહેલા વાલિયા પોલીસ મથકમાંથી ફરજ મુક્ત કરવામાં આવેલ જી.આર.ડી જવાન સંદીપભાઈ ગુમાનભાઇ વસાવા વલસાડ ખાતે ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વલસાડ ખાતે વોચ ગોઠવી હતી અને પૂર્વ જી.આર.ડી જવાન સંદીપ વસાવાને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગત 18મી જાન્યુઆરી 2024ના રોજ વાલિયા તાલુકાનાં નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાં 13.69 લાખનો દારૂ અને ઈકકો,અન્ય કાર તેમજ બાઇક મળી કુલ 18.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જેમાં સંદીપ વસાવાની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.

Tags:    

Similar News