ભરૂચ: પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

Update: 2022-05-27 08:37 GMT

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન દેશભરના તો નહીં પણ વિદેશનાં બાળકો માટે પણ ચાચા નહેરૂ તરીકે જાણીતા તેમજ ભારત રત્ન અને આઝાદીના લડવૈયા એવા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે તેઓને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં શહેર પ્રમુખ તેજપાલ સિંહ શોકી, પાલિકાનાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠી વાળા,અરવિંદ દોરાવાલા સહિતનાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલયમાં પંડિત જવાહરલાલ નહેરૂની તસ્વીરને પુષ્પમાળા પહેરાવવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અંગે શહેર પ્રમુખ તેજપાલ શોકીએ જણાવ્યું હતું કે આઝાદીના લડવૈયા એવા ભારત રત્ન અને પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂની કુરબાનીઓને કદી પણ ભૂલી શકાય તેમ નથી. તેમણે આઝાદીની લડતમાં બાપુ અને સરદાર પટેલ સાથે રહીને લડત આપી હતી. દેશમાં આઝાદી બાદ દેશમાં અનેકો ઔદ્યોગિક ક્રાંતિઓ કરીને દેશને પ્રગતિના પંથે લાવ્યા હતા.

Tags:    

Similar News