ભરૂચ: જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અંકલેશ્વર ખાતે ઉજવણી,કલેક્ટર તુષાર સુમેરાએ કર્યું ધ્વજવંદન

જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અંકલેશ્વર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો

Update: 2023-08-15 07:51 GMT

ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની અંકલેશ્વર ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર તુષાર સુમેરાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો

આજરોજ દેશના 77માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની અંકલેશ્વર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર ઑ.એન.જી.સી.ના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ, ભરૂચનાધારાસભ્ય રમેશ મિસ્ત્રી ,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા,ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News