ભરૂચ: જંબુસરમાં કપડાં સૂકવી રહેલ યુવતીને વીજ કરંટ લાગતા ગંભીર,બચાવવા ગયેલ પિતા અને આની યુવાનોને પણ કરંટ લાગ્યો

જંબુસર નગરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલ કુંભારવાડના મકાનમાં કપડા સુકવતી યુવતીને વિજ કરંટ લાગતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

Update: 2022-07-25 10:25 GMT

જંબુસર નગરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલ કુંભારવાડના મકાનમાં કપડા સુકવતી યુવતીને વિજ કરંટ લાગતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

જંબુસર નગરના પાંચ હાટડી વિસ્તારમા આવેલ કુંભારવાડના સઈદખા પઠાણના ઘરમા તેઓની ૨૦ વર્ષીય પુત્રી નમીરા તાર ઉપર કપડા સુકવી રહી ત્યારે તેણીને વીજ કરંટ લાગતા ત્યાં જ ઢળી પડી હતી તેને બચાવવા તેના પિતા સઈદખા પઠાણ દોડી આવ્યા હતા.તેઓને પણ બચાવની કામગીરી દરમ્યાન કરંટ લાગતા પિતા પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડયા હતા જયા યુવતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બચાવવા દોડી આવેલ ચાર યુવાનોને વીજ કરંટ લાગ્યો હોવાનું પણ બહાર આવ્યું છે 

Tags:    

Similar News