ભરૂચ : ગુજરાત યોગ બોર્ડ પ્રેરિત યોગ શિક્ષકો તૈયાર કરવા ઝુંબેશ હાથ ઘરાય, શિક્ષકોને અપાશે 100 કલાક તાલીમ

ભરૂચ જિલ્લા યોગ કોઓર્ડીનેટર ભાવિની ઠક્કર દ્વારા શિક્ષકોને ઓગ અંગે સઘન તાલીમ આપવામાં આવી રહી છે

Update: 2022-03-06 11:53 GMT

ભરૂચ જિલ્લા યોગ કોઓર્ડીનેટર ભાવિની ઠક્કર દ્વારા શિક્ષકોને ઓગ અંગે સઘન તાલીમ આપવામાં આવી રહી છે, ત્યારે આ ઝુંબેશ અંતર્ગત નવા તૈયાર થનારા શિક્ષકોને 100 કલાકની તાલીમ આપવામાં આવશે.

કોરોના કાળ દરમ્યાન યોગ શિક્ષકોની ઘણી અછત જોવા મળી હતી. લોકો યોગ અને પ્રાણાયામ પ્રત્યે આજકાલ ઘણા જાગૃત થયા છે. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર ગામ સ્થિત ઉન્નતિ સ્કૂલ ખાતે યોગ શિક્ષકનો આ કાર્યક્રમ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. આવનારા દિવસોમાં તમામ શિક્ષકોને 100 કલાકની તાલીમ આપીને યોગ ટ્રેનરનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવનાર છે, ત્યારે આ શિબિરમાં યોગ કરવાની રીત અને યોગથી માનવ શરીરને થતા ફાયદા અંગેની વિસ્તૃત માહિતી ટ્રેનર ભાવિની ઠક્કર દ્વારા આપવા આવી હતી.

Tags:    

Similar News