ભરૂચ: ભૂગર્ભ ગટરમાં આંતરિક જોડાણોને લઈ ન.પા.ની મહત્વની જાહેરાત,જુઓ શું આપી દિવાળીની ભેટ

ભરૂચમાં શરૂ થનાર ભૂગર્ભ ગટર યોજનામાં આંતરિક જોડાણો રૂ.7 હજારની મર્યાદામાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી

Update: 2021-10-30 09:46 GMT

દિવાળી પૂર્વે ભરૂચ નગર સેવા સદની સામાન્ય સભા મળી હતી જેમાં નગરજનોને દિવાળીની મોટી ગિફટ આપવામાં આવી છે. ભૂગર્ભ ગટર યોજનામાં આંતરિક જોડાણો રૂ.7 હજારની મર્યાદામાં વિનામુલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી છે..

દિવાળી પૂર્વે આજરોજ ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા સભાખંડમાં મળી હતી. પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસા દરમ્યાન શહેરના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા હતા અને પાલિકા દ્વારા પેચિંગ વર્ક હાથ ધરવામાં આવ્યું હતું જો કે અધૂરી કામગીરી બાબતે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ શાસકોને ઘેર્યા હતા.

સામાન્ય સભામાં રજૂ કરાયેલ 28 કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. ભૂગર્ભ ગટર યોજના અંગે નગર પાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરૂચમાં શરૂ થનાર ભૂગર્ભ ગટર યોજનામાં આંતરિક જોડાણો રૂ.7 હજારની મર્યાદામાં વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા ભરૂચમાં માર્ગના સમારકામની અધૂરી કામગીરી બાબતે વિરોધ નોધાવવામાં આવ્યો હતો અને આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી હતી

Tags:    

Similar News