ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ બન્યો "એક્સિડન્ટ ઝોન", 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા યુવકનું મોત

ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો

Update: 2021-10-25 05:16 GMT

ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, ત્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઈક સવાર યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

ભરૂચ તથા અંકલેશ્વર શહેરને જોડતા અને નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ થયા બાદ બન્ને શહેર વચ્ચે જાણે અંતર ઘટી ગયું છે. જોકે, આ બ્રિજનું નિર્માણ થયા બાદ લોકોને મોટી રાહત પણ મળી છે. તો સાથે જ અકસ્માતોનો દોર પણ શરૂ થઈ ગયો છે. ગત રવિવારની રાત્રિના સમયે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાય હતી. જેમાં 2 કાર અને 1 બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઇક સવાર યુવકને ઇજાઓ પહોચી હતી, ત્યારે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગંભીર ઇજાના કારણે તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. એક તરફ નર્મદા મૈયા બ્રિજ ઉપર લોકો સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લેવા માટે પોતાનું વાહન રોડ સાઇડમાં ઊભું કરી દે છે. જેના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. તો બીજી તરફ એક્સિડન્ટ ઝોન બનેલા નર્મદા મૈયા બ્રિજ ઉપર પોલીસ દ્વારા પેટ્રોલીંગ વાન સાથે ચેકિંગ કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે.

Tags:    

Similar News