ભરૂચ: બિસ્માર માર્ગોના પ્રશ્ને યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,ચક્કાજામનો કરવામાં આવ્યો પ્રયાસ

માર્ગો બિસ્માર બનતા આજરોજ તેના મરામતની માગ સાથે ભરુચ જિલ્લા યૂથ કોંગ્રેસના આગેવાનોએ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

Update: 2023-10-17 09:59 GMT

ભરુચ જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગની અંદર આવતા તમામ માર્ગો બિસ્માર બનતા આજરોજ તેના મરામતની માગ સાથે ભરુચ જિલ્લા યૂથ કોંગ્રેસના આગેવાનોએ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

ભરુચ જીલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ માર્ગોનું ધોવાણ થતાં ભરુચ-દહેજ માર્ગ,ભરુચ-ઝઘડીયા માર્ગ અને નેત્રંગ-રાજપારડી તેમજ વાલિયા-નેત્રંગ,અંકલેશ્વરના કાપોદ્રા ગામ સહિતના ગામોને જોડતા રોડ અત્યંત બિસ્માર બની ગયા છે.આ તમામ બિસ્માર માર્ગો ઉપર ખાડાઓ પડવાને પગલે ઊડતી ધૂળ ખાઈ રહેલ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.આ અંગે કેટલાક ગામના આગેવાનો તંત્ર અને કોંગ્રેસ પક્ષને રજૂઆત કરી હતી અને પોતાની માંગ ઉચ્ચતરે પહોંચે તેવી માંગ કરી હતી જે રજૂઆતો અને પ્રજાને કનડતાને લઈ આજરોજ ભરુચ જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી,શેરખાન પઠાણ,સંદીપ માંગરોલા સહિત કાર્યકરોએ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો.કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામને પગલે ટ્રાફિકજામની સ્થિતિનું નિર્માણ થયું હતું આ ટ્રાફિકજામમાં 108 એમ્બ્યુલન્સ અટકાવી હતી જો કે બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરી રહેલ 30 જેટલા કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી.

Tags:    

Similar News