ભરૂચ: હાંસોટના ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલ દ્વારા આઝાદીના અમૃતકાળની ઉજવણી, સમગ્ર ગામમાં તિરંગા રેલીનું આયોજન

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2022-08-13 07:50 GMT

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા હતા.

ભારત દેશ સ્વતંત્રતાના 75માં વર્ષમાં પ્રવેશ કરી રહયો છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહયો છે ત્યારે હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામની આર.કે.વકીલ હાઈસ્કૂલ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આર.કે.વકીલ હાઈસ્કૂલ ખાતેથી હાંસોટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયેશ પટેલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું જે ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ગ્રામજનોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય એ હેતુથી યોજાયેલ તિરંગા યાત્રામાં શાળા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હાથમાં તિરંગો લઈ મોટી સંખ્યામાં જોડાયા હતા જેના પગલે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. યાત્રામાં આર.કે.વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી,ગામના આગેવાન હિમાંશુ પટેલ,મહાદેવભાઈ પટેલ,મહાવીર મહેતા,કેરસીભાઈ ઇલાવ્યા તેમજ શાળાના શિક્ષકો પણ જોડાયા હતા.

Tags:    

Similar News