ભરૂચ: સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન,સમાજના યુવાનોનું કરાયું સન્માન

તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-12-17 12:16 GMT

ભરૂચના ઝધડીયા તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામ સ્થિત પવન કિકેટ ગ્રાઉન્ડ ખાતે “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું પ્રથમવાર આયોજન સમાજના કાર્યકારી પ્રમુખ અને આયોજક ચંદ્રકાન્ત વસાવાની રાહબરી હેઠળ પ્રમુખ ઈશ્વરભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું હતું.“સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”માં આદીવાસી સમાજના આ કાર્યક્રમમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા,નાંદોદ ના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ,ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ડેડીયાપાડાના ધારસભ્ય ચેતર વસાવા ના પત્ની વર્ષા બેન વસાવા,કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા,ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો કે જેમણે બ્યુરોક્રેટ્સ, ડોક્ટર, વકીલ, ખેલાડીઓ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજનું ગૌરવ આપવાનાર યુવાનોનું સમાજના અગ્રણીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Tags:    

Similar News