ભરૂચ : રાયસીંગપુરાના નાળા પરથી ટ્રક ખાડીમાં ખાબકી, ડ્રાયવરનો બચાવ

અંકલેશ્વરથી રાજપીપલા સુધીના સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે

Update: 2021-08-27 13:11 GMT

અંકલેશ્વરથી રાજપીપલા સુધીના સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહનચાલકો સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી રહયાં છે. રાયસીંગપુરાના નાળા પરથી પસાર થઇ રહેલી ટ્રકના ડ્રાયવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક ખાડીમાં ખાબકી હતી. આ ઘટનામાં ડ્રાયવરનો બચાવ થયો છે.

અંકલેશ્વરથી રાજપીપળાને જોડતા રસ્તાની અધુરી કામગીરીના કારણે અકસ્માતના બનાવો બની રહયાં છે. ગત રાત્રિ દરમ્યાન બે વાગ્યાના અરસામાં અંકલેશ્વર થી રાજપીપળા તરફ જતી એક ખાલી ટ્રક ઉમલ્લા નજીક રાયસીંગપુરા પાસેના નાળા પરથી ખાડામાં ખાબકી હતી. માર્ગ પરના ખાડાઓના કારણે ડ્રાયવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના આ બનાવમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો તેમજ ક્લીનરને કમરના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓના પગલે સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ નાળા પર સલામતી માટે રેલીંગ પણ ન હતી જેથી આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ માર્ગ પરથી વાહનોની અવરજવરમાં વધારો થયો છે ત્યારે રસ્તાની કામગીરી પુર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Tags:    

Similar News