ભરૂચ : પિસ્તોલ અને કારતૂસ સાથે વાગરા નજીકથી 2 શખ્સો SOG પોલીસના હાથે ઝડપાયા..

પોલીસે બન્નેની કડક પૂછપરછ કરતાં મંટુકુમાર સિપાહી રાય અને કમલ રાય બાલચંદરાય હોવાનું જણાવ્યુ હતું.

Update: 2022-04-15 14:37 GMT

ભરૂચ જિલ્લાના વાગરા વિલાયત ચોકડી નજીક ભરૂચ SOG પોલીસે દેશી બનાવટની પિસ્તોલ તથા 4 જેટલા જીવતા કારતૂસ સાથે 2 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ SOG પોલીસ વાગરા વિલાયત ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન 2 શંકાસ્પદ વ્યક્તિઓ શકમંદ હિલચાલ કરતા હોવાના કારણે બન્નેની અંગજડતી લેતાં તેઓ પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ તથા 4 જેટલા જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે બન્નેની કડક પૂછપરછ કરતાં મંટુકુમાર સિપાહી રાય અને કમલ રાય બાલચંદરાય હોવાનું જણાવ્યુ હતું. સમગ્ર મામલે બન્ને શખ્સો પાસેથી રૂપિયા 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આ પિસ્તોલ કોને આપવાના હતા અને ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Tags:    

Similar News