ભરૂચ: રહીયાદ ગામના બેરોજગાર લેન્ડ લૂઝર્સો રોજગારીના મુદ્દે ફરી એકવાર આંદોલનના માર્ગે,કલેક્ટરને કરાય રજૂઆત

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પંથક સહિત આજુબાજુના કેટલાય ગામના લોકોએ પોતાની જમીન ગુમાવી છે અને હજારો ઉદ્યોગો સ્થપાયા છે

Update: 2022-08-08 11:52 GMT

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ પંથક સહિત આજુબાજુના કેટલાય ગામના લોકોએ પોતાની જમીન ગુમાવી છે અને હજારો ઉદ્યોગો સ્થપાયા છે છતાંય સ્થાનિક બેરોજગારોને રોજગારી ન મળતા ગામના બેરોજગાર લેન્ડ લુઝરોએ પુનઃ આંદોલનની ચીમકી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે

ભરૂચના વાગરા તાલુકાના રહિયાદ ગામના હજારો બેરોજગારોએ વારંવાર આંદોલનો કર્યા છે અને આંદોલનો થાળે પાડવા માટે અધિકારીઓએ વચનો આપ્યા છે પરંતુ વચનો હજુ સુધી પૂર્ણ થયા નથી જેના ભાગરૂપે વાગરા તાલુકાના રહિયાદ ગામે ઉદ્યોગો માટે જમીન ગુમાવનાર બેરોજગારો દ્વારા ફરી એકવાર આંદોલનના મૂડમાં આવી ગયા છે. બેરોજગાર લેન્ડ લૂઝર્સોને નોકરી મળે તે માટેની વારંવારની રજૂઆત બાદ પણ સમસ્યાનો અંત ન આવતા ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી તારીખ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસથી જીએસીએલ ગેટની બહાર આખું ગામ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

Tags:    

Similar News