ભરૂચ : 100 કલાકમાં મુંબઈ સુધીની દોડ પૂરી કરવા અમદાવાદના અલ્ટ્રા રનરની અનોખી પહેલ...

અમદાવાદના અલ્ટ્રા રનર યુવાન આકાશ ગુપ્તાએ અનોખી પહેલ સાથે અમદાવાદથી મુંબઈ સુધીની દોડ લગાવવાનું નક્કી કર્યું છે.

Update: 2022-01-28 08:03 GMT

અમદાવાદના અલ્ટ્રા રનર યુવાન આકાશ ગુપ્તાએ અનોખી પહેલ સાથે અમદાવાદથી મુંબઈ સુધીની દોડ લગાવવાનું નક્કી કર્યું છે, ત્યારે આ દોડનું અંતર માત્ર 100 કલાકમાં જ પૂર્ણ કરવાના આયોજન સાથે તેઓ ભરૂચ ખાતે આવી પહોચ્યા હતા.

ગત તા. 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદથી મુંબઈ સુધીની દોડ યોજી અમદાવાદના યુવાન અલ્ટ્રા રનર આકાશ ગુપ્તાએ અનોખી પહેલ હાથ ધરી છે. અગાઉ પણ અલ્ટ્રા રનર આકાશ ગુપ્તાએ મુંબઈના થાનેમાં આવેલ નેહરુ સ્ટેડિયમ ખાતે 55 કલાક રિવર્સ રનર તરીકેનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ગત રાત્રે અલ્ટ્રા રનર આકાશ ગુપ્તા ભરૂચના ઝાડેશ્વર ચોકડી આવી પહોચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમ્યાન તેઓના સ્વાસ્થની દેખરેખ માટે તેમની સાથે તબીબની એક ટીમ પણ જોડાય છે.

અમદાવાદના અલ્ટ્રા રનર આકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં લોકો પોતાનું શરીર ફીટ રાખે તેવા સંદેશ સાથે આ અલ્ટ્રા રનર યાત્રાની શરૂઆત કરી છે. જોકે, 100 કલાકમાં સ્ટેટ રનર તરીકેનો પણ બીજો રેકોર્ડ તેઓ પોતાના નામે કરવા જઈ રહ્યા છે, ત્યારે કોરોના મહામારીના સમયમાં દરેક લોકો પોતાના શરીરને ફિટ રાખે તેવી અલ્ટ્રા રનર આકાશ ગુપ્તાએ અપીલ કરી છે.

Tags:    

Similar News