ભરૂચ: ઝઘડિયા સુલતાનપુરા નગરમાં ગટર લાઈનની સમસ્યા મુદ્દે મહિલાઓનો વિરોધ

ઉભરાતી ગટર લાઇનની સમસ્યા મુદ્દે ગામની સ્થાનિક મહિલાઓએ પંચાયત કચેરી પર હલ્લાબોલ કર્યો

Update: 2021-10-13 09:46 GMT

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા વિસ્તારમાં ઉભરાતી ગટર લાઇનની સમસ્યા મુદ્દે ગામની સ્થાનિક મહિલાઓએ પંચાયત કચેરી પર હલ્લાબોલ કર્યો, ઝઘડિયાના જૂના પેટ્રોલપંપ પાછળના વિસ્તારમાં બે મહિના ઉપરાંતથી ગટર લાઈનો ઉભરાઈ રહી છે, જેનું પ્રદુષિત પાણી લોકોના ઘર આંગણા સુધી પહોંચે છે અને રોગચાળો ફેલાય તેવી સ્થીતી ઉભી થઈ છે, ઉભરાતી ગટરલાઈન મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં પંચાયત દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવતાં આજરોજ નગરની મહિલાઓએ પંચાયત કચેરી પર હલ્લાબોલ કર્યો હતો, ત્યારબાદ ગામના ઉપસરપંચ અને તલાટી સ્થળ પર દોડી આવ્યા હતાં. જ્યાં નગરની મહિલાઓ તેમનો ઘેરાવો કરી ઉગ્ર રજુઆત કરી હતી અને પંચાયતના ડેપ્યુટી સરપંચની હાજરીમાં જ સરપંચની "હાય હાયના" નારા સાથે મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જોકે, આ બાદ ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ઉભરાતી ગટર લાઇનનું કોઈ નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.

Tags:    

Similar News