ભરૂચ શહેર તથા જિલ્લાના મંદિરોમાં દેવી-દેવતાઓને દેશભક્તિના વાઘા અને તિરંગાનો શણગાર કરાયો...

આઝાદીના અમ્રુત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે,

Update: 2022-08-15 09:23 GMT

આઝાદીના અમ્રુત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાના વિવિધ મંદિરોમાં સુંદર લાઇટિંગ તેમજ ભગવાનની પ્રતિમાને તિરંગા રંગના વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશ આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આજે 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાના વિવિધ મંદિરોમાં દેશભક્તિના રંગોની લાઇટિંગ અને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યા છે. ગુજરાતમાં માત્ર ભરૂચમાં જ સ્થાપિત મેઘરાજા મહારાજને પણ દેશભક્તિના તિરંગાથી શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરના સ્વામિનારાયણ મંદિર, દત્તાત્રેય મંદિરે અને ભોલાવ સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પણ દેશભક્તિનો રંગ જોવા મળ્યો છે. ભગવાનને કરાયેલા તિરંગી વસ્ત્ર વાઘાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Tags:    

Similar News