અંકલેશ્વરમાં શ્રાવણીયા જુગારની મૌસમ જામી, વિવિધ સ્થળોએ જુગાર રમતા 12 જેટલા જુગારી ઝડપાયા

અંકલેશ્વરના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ટાંકી ફળિયામાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા

Update: 2022-08-19 12:13 GMT

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એસ.પી.સી.લાઈફ સાયન્સ કંપનીની સામે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ ૧૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા ગડખોલ ગામની સોનમ સોસાયટીમાં રહેતો જુગારી દિલીપકુમાર ભોગીલાલ યાદવ,રવીન્દ્ર મોતીલાલ નિષાદ,સંતોષ રામપ્રકાશ વિશ્વકર્મા,પ્રહલાદ પરમારને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર સીટી સેન્ટર કોમ્પ્લેક્ષ સ્થિત રાજ એન્ટર પ્રાઈઝની ઓફિસમાં રસિક નાનું પાંસુરિયા બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ૩૨ હજાર રોકડા મળી કુલ ૪૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા મુખ્ય સુત્રધાર રસિક નાનું પાંસુરિયા,ગોવિંદ હાથીયા ભેડા,પ્રદીપ કરશન પટેલને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વરના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ટાંકી ફળિયામાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૪ હજાર અને ચાર ફોન મળી કુલ ૫૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો જુગારી મોહમદ સમીર અબ્દુલ હમીદ શેખ,કાંતિ મણીલાલ વણકર,ધર્મેશ પરમાર,અબ્દુલ જબ્બાર મોહમદ આરીફ મેમણ તેમજ બજરંગી ચૌહાણને ઝડપી પાડ્યો હતો.

Tags:    

Similar News