“કોરોના વિસ્ફોટ” : ભરૂચ જિલ્લામાં આજે નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા, કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 105 પર પહોચી

Update: 2020-06-17 13:54 GMT

ભરૂચ શહેર તથા જિલ્લામાં જૂન મહિનામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં એકદમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 3 દિવસમાં 25થી વધુ પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગમાં ભારરે દોડધામ મચી ગઇ છે.

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના પ્રથમ પોઝિટિવ કેસ એપ્રિલ મહિનામાં મળી આવ્યા હતા. સરકારે એપ્રિલ મહિનાથી લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવતાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા પર નિયંત્રણ આવ્યું હતું. જોકે 2 મહિના સુધી ચાલેલા લોકડાઉન દરમ્યાન કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 50 જેટલી રહી હતી.

ભરૂચ જીલ્લામાં અનલોક-1 થતાની સાથે જ લોકો બિન્દાસ્ત બની ઘરોની બહાર નીકળી રહ્યા છે. જનજીવનની ગાડી પાટા પર લાવવી જરૂરી છે, પરંતુ તેની સાથે લોકોએ કાળજી રાખવી પણ અત્યંત જરૂરી છે. ભરૂચમાં હાલ બહારગામ જઇને આવેલાં અથવા બહારગામના લોકોના સંપર્કમાં આવેલા લોકોમાં વધુ સંક્રમણ જોવા મળી રહયું છે. તેવામાં મંગળવારના રોજ ભરૂચ જિલ્લાના જંબુસરમાંથી કોરોના વાયરસના 7 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 105 સુધી પહોચી જવા પામી છે. જોકે દિવસમાં સરેરાશ 7 નવા કેસ સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News