રાહુલ ગાંધી ચૂંટણીનું રણશિંગુ ફૂંકવા આવશે ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સભા ગજવશે

હાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં 'ભારત જોડો યાત્રા'માં સામેલ છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે.

Update: 2022-11-05 15:17 GMT

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ ચૂંટણીલક્ષી કામગીરીની ગાડી પૂર ઝડપે દોડવા લાગી છે. તમામ પક્ષો ગુજરાતનો ગઢ જીતવાની વ્યૂહરચના ઘડી કાઢવામાં વ્યસ્થ છે. આવી સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. નવેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. એટલે કે 10 નવેમ્બરે સંભવતઃ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. આ મુલાકાત દરમિયાન લગભગ તેઑ 4થી 6 જાહેરસભાને સંબોધે તેવું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણીને લઇને એક્ટિવ થયા છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. રાહુલ ગાંધીના પ્રવાસથી કાર્યકરોમાં આગામી ચૂંટણી માટે સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. જેને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તેયારીઑ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે તમને જણાવી દઇએ કે, હાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં 'ભારત જોડો યાત્રા'માં સામેલ છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે.

Tags:    

Similar News