અમરેલી : અમર ડેરી દ્વારા યોજાયો મિલ્ક "શરદોત્સવ", કેન્દ્રીય મંત્રીએ બોલાવી રાસની રમઝટ...

અમરેલી જિલ્લાની અમર ડેરી દ્વારા દર વર્ષે શરદ પુનમ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે,

Update: 2022-10-10 06:59 GMT

અમરેલી જિલ્લાની અમર ડેરી દ્વારા દર વર્ષે શરદ પુનમ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે, ત્યારે આ વર્ષે મિલ્ક શરદોત્સવ-2022માં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ ખેલૈયાઓ સંગ રાસની રમઝટ બોલાવી હતી.

Full View

શરદ પૂનમની રઢિયાળી રાત હોય, ને ચાંદ આસમાને સોળે કળાએ ખીલ્યો હોય, ત્યારે ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવતા હોય છે. તેવામાં નેતાઓ પણ તાળીઓના તાલે રાસ રમવા તલપાપડ બની જાય એવા અમરેલીના અમર ડેરી દ્વારા ઉજવાતા મિલ્ક શરદોત્સવ-2022માં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા ખેલૈયાઓ સંગ રાસ રમ્યા હતા. આ સાથે જ નેપાળના મહિલા સાંસદે પણ શરદોત્સવમાં ગરબે ઘુમવાની મજા માણી હતી. વર્ષ 2007થી અમર ડેરી ખાતે મિલ્ક શરદોત્સવના આયોજનમાં હજારો ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવતા હોય છે. કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયા, નેપાળના કો-ઓપરેટીવ સંસ્થાઓના વડાઓ અને આંતરરાષ્ટ્રીય સહકારી ક્ષેત્રના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં અમર ડેરી ખાતે મિલ્ક શરદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Tags:    

Similar News