અમરેલી: સાવરકુંડલામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનું રજીસ્ટ્રેશન ખોરંભે ચઢ્યું, ખેડૂતોને હાલાકી

અમરેલી જિલ્લાના ખેડૂતોની કફોડી હાલત, સાવરકુંડલામાં ટેકાનાભાવે મગફળી ક્યારે ખરીદાશે એ પ્રશ્ન

Update: 2022-10-06 12:07 GMT

સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ટેકાના ભાવની મગફળી રજિસ્ટ્રેશન 25 સપ્ટેમ્બરથી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ વિલેજ કમ્પ્યુટર ઓપરેટરની હડતાલને પગલે આજે 11 દિવસો વીતી ગયા હોવા છતાં અમરેલી જિલ્લામાં ટેકાના ભાવનું રજિસ્ટ્રેશન ખોરંભે ચઢ્યું હોવાથી ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું ખરીદ વેચાણ સંઘ અને એપીએમસી સેન્ટર...રોજના હજારો ખેડૂતો હાલ સરકારના ટેકાના ભાવના મગફળી રજિસ્ટ્રેશન માટે ગામડાઓમાં વલખા મારતા જોવા મળી રહ્યા હોવાથી ખેડૂતોને પારાવાર પરેશાની ન ભોગવવી પડે માટે સાવરકુંડલા એપીએમસીના ચેરમેન દિપક માલાણી દ્વારા કેલકટરને પત્ર પાઠવીને રજુઆત કરી છે કે હાલ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરની હડતાલ ચાલતી હોય અને ટેકાના ભાવના મગફળીનું રજિસ્ટ્રેશન 25 સપ્ટેમ્બરથી સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હોવા છતાં આખા જિલ્લામાં હજુ ટેકાના ભાવની મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ ન હોવાથી ખેડૂતોને હાલાકી પડતી હોય ને ખેડૂતોના હિતાર્થે દિપક માલાણી આગળ આવ્યા છે ને જીલ્લાભરમાં ખેડૂતોને મગફળી રજિસ્ટ્રેશન થઈ શકે તે માટે સાવરકુંડલા એપીએમસી અને ખરીદ વેચાણ સંઘમાં સરકાર મંજૂરી આપે તો કામ કરવાની તત્પરતા બતાવી છે

Tags:    

Similar News